ભારતનું આ સૌથી સ્વચ્છ શહેર બની ગયું કોરોનાની કબર? આંકડા જાણીને તપાસ એજન્સીઓ ચોંકી
Trending Photos
નવી દિલ્હી: કોરોનાના કેરથી આખી દુનિયા હેરાન પરેશાન છે. ભારતમાં પણ હાહાકાર મચ્યો છે. આ બાજુ મધ્ય પ્રદેશનું ઈન્દોર શહેર તો કબ્રસ્તાન બની રહ્યું છે. કબ્રસ્તાન કહેવાનું તાત્પર્ય અહીંના 4 કબ્રસ્તાન સંલગ્ન છે. જેની પાછળ અસલિયત શું છે તે હજુ સુધી કોઈ જાણી શક્યું નથી.
આખરે શું છે આ વધતી લાશોનું રહસ્ય?
મધ્ય પ્રદેશનું ઈન્દોર શહેર ભારતના સૌથી ક્લિન શહેરની સૂચિમાં પહેલા નંબરે આવે છે. પરંતુ અચાનક આ શહેરમાં લાશોની સખ્યામાં ઘણો વધારો થઈ રહ્યો છે. શું અહીંના ચાર કબ્રસ્તાનોનું તેની સાથે કોઈ કનેક્શન છે?
હકીકતમાં ઈન્દોરના ચાર કબ્રસ્તાનમાં 1થી 5 તારીખની વચ્ચે 127 લાશોને દફનાવવામાં આવી હતી. અને 7માં દિવસે તો આ આંકડો 145 પર પહોંચી ગયો. એટલું જ નહીં આઠમા દિવસે તો આ આંકડો 163 પર પહોંચ્યો. સમસ્યા કબ્રસ્તાનમાં દફનાવવાથી નથી. મુખ્ય વાત એ છે કે જ્યારે કોઈ પણ વ્યક્તિ કબ્રસ્તાનના આંકડાઓ પર નજર ફેરવે તો ખરેખર તેના મનમાં અનેક સવાલો ઊભા થાય.
શું કહે છે આંકડા?
મળતી માહિતી મુજબ સમગ્ર માર્ચ મહિનામાં આ ચારેય કબ્રસ્તાનમાં બધુ મળીને કુલ 130 લાશ દફન કરાઈ હતી. પરંતુ એપ્રિલ માસના પહેલા જ અઠવાડિયામાં આ લાશોની સંખ્યા મહિનાની સંખ્યાને પાર કરી ગઈ. એટલે કે એક મહિનામાં જેટલી લાશો લગભગ દફન થતી હોય છે તેટલી સંખ્યા એક જ અઠવાડિયામાં પહોંચી ગઈ.
જાણકારી તો એ પણ સામે આવી રહી છે કે એક જ દિવસમાં 18 જનાજા જોવા મળી રહ્યાં છે. એટલુ જ નહીં ફક્ત તે જ ચાર કબ્રસ્તાનમાં જનાજા પહોંચવાનો સિલસિલો ચાલુ છે જે ખાસ ક્વોરન્ટાઈન એરિયા માટે જ છે.
તો શું ઈન્દોરમાં બની ગઈ છે કોરોના કબર?
અત્રે જણાવવાનું કે શહેરમાં આઝાદનગર, ટાટાપટ્ટી બાખલ-સિલાવટપુરા, રાનીપુર-દૌલતગંજ-હાથીપાલા, ખજરાના, ચંદનગર, અને બોમ્બે બજાર વિસ્તારોમાં કોરોનાના સંક્રમણના સૌથી વધુ કેસો છે.
જુઓ LIVE TV
આવામાં મધ્ય પ્રદેશમાં ફક્ત ઈન્દોર શહેરમાં જ 170થી વધુ કેસ સામે આવી ચૂક્યા છે. તાજેતરમાં ઈન્દોરમાં જે પણ કઈ થયું તેનાથી કોઈ અજાણ નથી. ઈન્દોરના ટાટપટ્ટી બાખલ વિસ્તારમાં જ સ્વાસ્થ્ય કર્મીઓ પર હુમલો થયો હતો. તેમને પથ્થરો મારીને ખદેડાયા હતાં. ત્યારબાદ રાહત ઈન્દોરીએ પણ આ મામલે ચિંતા વ્યક્ત કરી હતી.
અત્રે જણાવવાનું કે મધ્ય પ્રદેશના ઈન્દોરમાં કબ્રસ્તાન સંલગ્ન ચોંકાવનારો મામલો સામે આવ્યાં બાદ ગુપ્તચર એજન્સીઓ પણ તપાસમાં લાગી છે. હવે તેની પાછળની અસલિયત તો શું છે તે તપાસ બાદ જ બહાર આવશે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે